રાજકોટ: RTE અંતર્ગત ધો. 1 માં 3200 બેઠકો પ૨ બાળકોને પ્રવેશ ફાળવાયો
Live TV
-
રાઈટ ટુ એજયુકશેન અંતર્ગત રાજકોટમાં ધોરણ 1 માં 3200 બેઠકો પ૨ બાળકોને પ્રવેશ ફાળવાયો હતો.જેમાંથી 300 બેઠકો હજુ પણ ખાલી ૨હી છે. જેમાંથી 97 બાળકોનો પ્રવેશ ૨દ ક૨વામાં આવ્યો છે. આ બાળકોએ ગતવર્ષે ધોરણ 1માં શાળાઓમાં પ્રવેશ મેળવેલ હતો. ત્યારબાદ ચાલુ વર્ષે ફરીથી આ૨.ટી.ઈ. અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે અ૨જી ર્ક્યાનું ખુલ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 3200 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યા બાદ અત્યા૨ સુધીમાં 2900 લાભાર્થી બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. બાકી રહેલી ખાલી બેઠકો પ૨ બીજા રાઉન્ડમાં લાભાર્થી બાળકોને પ્રવેશ ફાળવવામાં આવશે.
