Skip to main content
Settings Settings for Dark

‘રોજગાર દિવસ’ના ઉપલક્ષમાં સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે 62,000 યુવાનોને નિમણુકપત્રો એનાયત

Live TV

X
  • રોજગાર દિવસે રાજયભરના 62,000 યુવાનોને રોજગાર નિમણુકપત્રો આપી રાજ્ય સરકારે ઉજ્જવળ કારકિર્દીની ભેટ આપી. મુખ્યમંત્રીએ યુવાનોને રોજગારીની વિશાળ તકો પૂરી પાડવા ‘અનુબંધમ્’ પોર્ટલ અને મોબાઈલ એપનો ડિજિટલી શુભારંભ કરાવ્યો.

    રોજગારી વિશેષઃ

     રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકારી નોકરી આપી 
     પાંચ વર્ષમાં 2088 રોજગાર મેળાઓ યોજી 17 લાખ યુવાનોને રોજગારીનો અવસર આપ્યો છે
     કોરોનાના કપરાકાળમાં પણ યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર: 
     યુવાધનને 'જોબ સિકર નહીં, પણ જોબ ગિવર' બનાવવાના સરકારના અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે
     ગુજરાત રાજ્ય યુવાનો માટે 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી'- તકની ધરતી છે 
     ભૂતકાળની સરકારોએ વરસોથી સરકારી નોકરી માટે મૂકેલા પ્રતિબંધને અમારી સરકારે દૂર કરીને યુવાશક્તિને સરકારી સેવામાં જોડી છે
     ગિફ્ટ સિટી-ગાંધીનગર તેમજ સુરતના ડાયમંડ બુર્સ એમ બંને પ્રોજેક્ટમાં એક-એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે:
     સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પ્રવર્તમાન 10 ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડુ કરીને 20 ટકા કરવામાં આવ્યુ 
     છેલ્લા બે વર્ષમાં 2.30 લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ  યોજનાનો લાભ મળ્યો છે
        

      ''યુવાધનને 'જોબ સિકર નહીં, પણ જોબ ગિવર' બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓ થકી છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપી છે તેમજ પાંચ વર્ષમાં ૨૦૮૮ રોજગાર મેળાઓ યોજી ૧૭ લાખ યુવાનોને રોજગારીનો અવસર આપ્યો છે'', એમ  રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત શહેર ખાતે રાજ્ય કક્ષાના રોજગાર દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. 

    સુરત સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ આયોજિત ‘રોજગાર દિવસ’ નિમિત્તે વિવિધ સંવર્ગની ભરતીઓમાં ઉત્તીર્ણ થયેલા રાજ્યભરના શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ, કોર્પોરેશનમાં નિમણૂક પામેલા તથા રોજગાર મેળાઓમાં પસંદગી પામેલા યુવાનો મળી કુલ ૬૨ હજારથી વધુ યુવાઓને નિમણૂંકપત્રો એનાયત કરાયા હતા.  મુખ્યમંત્રીએ નોકરીદાતા અને પ્રતિભાશાળી રોજગારવાંચ્છું યુવાનોને રોજગારીની વિશાળ તકો પૂરી પાડવા ‘અનુબંધમ્’ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનો પણ ડિજિટલી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિત વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો તેમણે સુરતથી શુભારંભ કરાવ્યો હતો.
                
    આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, 'લર્નિંગ વીથ અર્નિંગ'ના અભિનવ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 2.30 લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ 24 ટકા એપ્રેન્ટિસ છે. એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રાજ્ય સરકારનું રૂ.૫ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ મળતાં ઉદ્યોગો પર આર્થિક ભારણ પણ રહ્યું નથી. 
                 
    ગુજરાતની 'જોબ ગિવર' તરીકેની સરાહનીય ભૂમિકાનો ઉલ્લેખ કરતા દેશના અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવીને વસેલા 25 લાખ શ્રમિકોને ગુજરાત રોજી-રોટી પૂરી પાડી રહ્યું છે. 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી'-તકોની ધરતી બનેલા ગુજરાત રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરનો વ્યાપ મોટા ફલક પર વિસ્તરી રહ્યો છે, જે રાજ્યના યુવાધનને રોજગારી આપવાનું ઉમદા પ્લેટફોર્મ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગ્લોબલ ફાયના‍ન્સીયલ અને આઈ.ટી. હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટી ગાંધીનગર તેમજ સુરતના નિર્માણાધીન અત્યાધુનિક ડાયમંડ બુર્સ એમ આ બંને પ્રોજેક્ટમાં એક-એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. જેનો સીધો લાભ કુશળ યુવાઓને થવાનો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, યુવાનોને સરળતાથી નોકરી અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળી રહે એ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ વેળાએ મુખ્યમંત્રીએ નોકરી મેળવનાર યુવાનોને ઉજ્જવળ કારકિર્દીના અભિનંદન પાઠવ્યા હતાં.  
                    
    આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ધારાસભ્યો, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાશનાથન, રોજગાર વિભાગના નિયામકઆલોક પાંડે મ્યુ.કમિશનર બંછાનિધિ પાની,  જિલ્લા કલેકટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર તેમજ લાભાર્થી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply