મુખ્યમંત્રીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા કોન્ફરન્સ 2024નું અમદાવાદ ખાતે ઉદઘાટન કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા કોન્ફરન્સ 2024નું અમદાવાદ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં વિવિધ ટાઉન પ્લાનર્સ, બિલ્ડર, આર્કિટેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોન્ફરન્સને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે કોન્ફરન્સમાં રજૂ થનારા સારા વિચારો ઉપર રાજ્ય સરકાર જરુર કામ કરવા તત્પર છે.
રાજ્ય સરકાર હવે નવી ટીપીમાં એક ટકા જગ્યા અર્બન ફોરેસ્ટ માટે રાખવા ઉપર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે પર્યાવરણ ફ્રેન્ડલી બની ઓદ્યોગિક વિકાસ સાથે સુચારુ ટાઉન પ્લાનિંગ તૈયાર કરવું જોઈએ.
