Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ ભારતીય રેલવેના ગુજરાત ડિવિઝનના ચાર રીજીઓનલ મેનેજરનું સન્માન કર્યું

Live TV

X
  • કોરોના સંક્રમણના કપરા સમયમાં સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગુજરાતમાંથી ચલાવી પરપ્રાંતિય શ્રમિકોને વતન પહોંચાડવામાં સહયોગ માટે આપ્યા અભિનંદન

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોજગારી માટે વસેલા અન્ય રાજ્યોના અંદાજે ૧૪ લાખ થી વધુ  શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ભારતીય રેલવેના ગુજરાત પ્રદેશના ચાર રિજિયોનલ મેનેજરનું  પ્રશસ્તિ પત્ર થી સન્માન કર્યું હતું .ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજ્યોમાંથી રોજી-રોટી માટે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં વસેલા લાખો શ્રમિકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરિવાર પાસે વતન રાજ્યમાં પહોંચાડવાના રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમમાં રેલ્વે તંત્રએ સક્રિયતાપૂર્ણ યોગદાન આપ્યું છે

    સમગ્ર રાજ્યમાંથી કુલ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન જેમાં યુ.પી 558, બિહાર 223, ઓડિસ્સા 91, સહિતના  વિવિધ રાજ્યોમાં ટ્રેનો દ્વારા 14 લાખ 56 હજાર જેટલા પર પ્રાંતિય શ્રમિકો રાજય સરકારના વહિવટીતંત્ર અને રેલ્વે તંત્રના સુચારું સંચાલનમાં માત્ર 1 જ મહિનાના સમય ગાળામાં  અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલન સાથે પોતાના વતન રાજ્ય પહોચ્યા છે ...મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉત્તમ સેવા દાયિત્ય માટે પશ્વિમ રેલ્વેના ભાવનગર,  વડોદરા, રાજકોટ અને અમદાવાદ ડિવીઝનના ડી.આર.એમને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા. 

    તેમણે  શ્રી દિપકકુમાર ઝા - અમદાવાદ, શ્રી પરમેશ્વર ફૂંકવાલ – રાજકોટ, શ્રી પ્રતિક ગોસ્વામી ભાવનગર અને શ્રી દેવેન્દ્ર કુમાર - વડોદરાને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે આ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા ..શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી અને પરપ્રાંતિય શ્રમિકો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનના સંકલન કર્તા શ્રી વિપુલ મિત્રા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply