મુખ્યમંત્રીએ મેઘાણીની 125મી જન્મ જયંતિની રાજ્યકક્ષાની ઊજવણી કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
ગુજરાતની ધરા પર ઉછરતી અને સાવજને ભગાડતી સોળ વરસની ચારણ કન્યાનું ચિત્રણ હોય કે પછી દેશ દાઝને જગાવતી રચના લાગ્યો કસુંબીનો રંગ હોય અથવા તો ગાઁધીજીને, પોતાની રચના થકી, ઝેરનો છેલ્લો કટોરો પી જવાનું કહેતા રાષ્ટ્રીય શાયર કહેવાતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓથી સાહિત્ય પ્રેમીઓ ભાગ્યે જ અજાણ હશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય લોકો સુધી પહોંચે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેઘાણીની એકસો પચીસમી જન્મ જયંતિની રાજ્યકક્ષાની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ હેતુસર ,વિવિધ કાર્યક્રમોનું ,રાજ્યવ્યાપી આયોજન, અને માર્ગદર્શન માટે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષસ્થાને ૧ર સભ્યોની સમિતિની રચના કરી છે. મેઘાણીની ૧રપમી જન્મ જ્યંતિ આગામી તા. ર૮ ઓગસ્ટ-ર૦ર૧ ના છે તે સંદર્ભમાં આ વર્ષની ઉજવણીને વ્યાપક સ્વરૂપે રાજ્યભરમાં ઉજવવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે અને ઉજવણીના સંદર્ભે વર્ષ દરમિયાન ચિત્ર સ્પર્ધા-શૌર્યગીત સ્પર્ધા-લોકવાર્તા સ્પર્ધા-મેઘાણી પુસ્તકોનું ઓન લાઇન વેચાણ અન્ય ભાષામાં રૂપાંતરણ જેવા અનેક આયોજનો થશે.
