રાજ્યમાં કોરોનાનાં 451 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 96.28 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 451 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 700 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 9.286 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 47,203 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 451કેસ નોંધાયા છે. તો 700 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 2 લોકોનાં મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 96.28 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 248650 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. આજે કુલ 138 કેન્દ્રો પર 11,352 વ્યક્તિઓને કોરોનની રસી આપવામાં આવી. અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
સુરતમાં 78, અમદાવાદમાં 88, વડોદરામાં 69, રાજકોટમાં 15, ગાંધીનગરમાં 12, જામનગરમાં 5, બનાસકાંઠામાં 2, મહેસાણામાં 4, ભરૂચમાં 11, જૂનાગઢમાં 5, ભાવનગરમાં 6, સુરેન્દ્રનગરમાં 1, સાબરકાંઠામાં 7, મોરબીમાં 6, અમરેલીમાં 5, કચ્છમાં 15 કેસ નોંધાયા છે.
