મુખ્યમંત્રીએ સૂર્ય મંદિર મોઢેરા ખાતે આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવનું ઇ-ઉદ્દઘાટન કર્યું
Live TV
-
આજે સૂર્ય મંદિર મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનારા આ એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોઢેરાનું સમગ્ર પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. મહોત્સવમાં નૃત્ય, સંગીતનો સંગમ જોવા મળ્યો હતો નૃત્યના પ્રતિભાવંત કલાકારો નૃત્યો રજૂ કરવાના છે. આ કાર્યક્રમમાં જાહેર જનતા ભાગ લઇ શકશે નહીં.. માત્ર 200 આમંત્રિતો જ ભાગ લઇ શકશે.. ઘરે બેઠા માણી શકાય એ માટે દૂરદર્શન તેમજ યુ ટ્યુબ પર લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરાઇ છે.
