શક્તિપીઠ અંબાજી ખાતે આ વર્ષે માં અંબાનો પ્રાગટ્યોત્સવ નહીં ઉજવાય
Live TV
-
શક્તિપીઠ એવા અંબાજી ખાતે આ વર્ષે માં અંબાના પ્રાગટ્યોત્સવ ઊજવણી નહીં કરવામાં આવે. આગામી તા. 28 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ છે અને પોષી પૂનમને જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્વ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્યોત્સવની ધામધૂમથી ઉજવણી નહીં થાય. માત્ર શક્તિ ચોકમાં 25 યજમાનની હાજરીમાં પૂજાવિધિ કરાશે. જો કે કોરોનાની ગાઈડલાઈન સાથે અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે ખુલ્લુ રહેશે.
