Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ તથા મોબાઈલ એપ લોન્ચિંગ અને બ્રોશરનું અનાવરણ

Live TV

X
  • 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન મહાત્મા મંદિરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ
    28 સપ્ટેમ્બરે વાઇબ્રન્ટ સમિટના સફળ બે દાયકાની 'સમિટ ઓફ સક્સેસ' તરીકે ઉજવણી કરાશે
    રોકાણકારોની સુવિધા માટે વન સ્ટોપ સોલ્યુશન બનશે VG-2024 વેબસાઈટ
    યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ અને મોબાઈલ એપથી વાઇબ્રન્ટ-2024ની વિવિધ વિગતો ઓન ફિંગર ટિપ્સ ઉપલબ્ધ થશે
    રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે વાઇબ્રન્ટ-2024 પૂર્વે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મળી 17 રોડ-શૉનું આયોજન
    સ્થાનિક લોકોની ભાગીદારી માટે રાજ્યના જિલ્લાઓમાં 'વાઇબ્રન્ટ ગુજરાત–વાઇબ્રન્ટ  ડિસ્ટ્રીક્ટ'નો નવતર અભિગમ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવી છે. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક-આર્થિક સ્થિતિઓમાં પરિવર્તનની સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજ્ય બનાવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રગતિને બિરદાવતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, "ગુજરાત ઉત્તમ નીતિ-નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવનધોરણનું પ્રદર્શન કરે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003થી 2023 દરમિયાન આ સમિટના 9 સંસ્કરણોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે" 

    'ગેટ વે ટુ ધ ફ્યુચર'ની થીમ સાથે યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા માટે આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. 

    આ VG એપ એન્ડ્રોઇડ અને iOS એમ બંને મોબાઈલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે. ચેટ, સંબંધિત સરકારી વિભાગો સાથે મીટિંગો શેડ્યુલ કરવી, અન્ય પ્રતિભાગીઓ સાથે B2B મીટિંગો, અન્ય પ્રતિભાગીઓની પ્રોફાઇલ જોવી, પ્રોફાઇલ્સને બુકમાર્ક કરવી અને સમૃદ્ધ મીડિયા કન્ટેન્ટ પોસ્ટ કરવું વગેરે જેવા વિવિધ ફિચર્સ આ વેબસાઈટ અને મોબાઈલ એપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. 

    ગુજરાતની સક્ષમતા અને રોકાણની સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે 12 દેશોમાં 6 આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ચેન્નઈ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં 11 રાષ્ટ્રીય રોડ શો પણ યોજાશે. 

    વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટના જિલ્લા કક્ષાએ યોજાનારા નવતર અભિગમની જાણકારી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલનો હેતુ લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાઓ મળી કુલ 37 જગ્યાઓએ વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સ્થાનિક ઔદ્યોગિક/વ્યાપારિક એસોસિયેશનની ભાગીદારીમાં ઓક્ટોબર મહિનામાં યોજાશે. આ ક્રાર્યકમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, મહિલા ઉધોગ સાહસિકો, ખાદી ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગ વગેરેને સાંકળવામાં આવશે. એટલું જ નહિ, વિવિધ સ્થળોએ એક્ઝિબિશન, ક્રેડિટ – લિઁકેજ સેમિનાર, એક્સ્પોર્ટ સેમિનાર, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) બજાર, સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકતા સેમિનાર, B2B/B2C/B2G મિટિંગો, ડિઝાઇન વર્કશોપ્સ, તથા માર્કેટીંગ અને બ્રાન્ડીંગ વર્કશોપ્સ, વગેરેનું પણ આયોજન કરાશે. 

    આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. એટલું જ નહિ અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાતના રેન્કીંગ અવ્વલ રહ્યા છે. જેમાં સ્ટાર્ટ-અપમાં પ્રથમ સ્થાને, લોજીસ્ટીક રેંકીંગમાં પ્રથમ, વ્યાપાર કરવાની સરળતામાં દ્વિતીય, એફ.ડી.આઈ.માં તૃતીય અને ઉદ્યમ નોંધણીમાં પાંચમાં ક્રમે ગુજરાત છે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનું સુકાન સાંભળ્યું ત્યારથી આજદિન સુધી 108 કંપનીઓ સાથે 118 પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવ્યા છે. જેના થકી રૂ.1,46,000 કરોડના મૂડી રોકાણથી 1,53,000 રોજગારી આપવામાં આવી છે. મુખ્ય સચિવ રાજકુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુજરાતમાં રોકાણનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરું પાડે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply