મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક
Live TV
-
ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લઈ વિશેષ ચર્ચા તથા બજેટ સત્રમાં પસાર થનાર વિધેયક અને LRD મુદ્દે ચર્ચા થવાની સંભાવના.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. બેઠકમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇને કાર્યક્રમના વિવિધ પાસા અંગે ચર્ચા થવાની સંભાવના છે. 26 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થનાર હોઇ, બેઠકમાં બજેટ અંગે પણ ચર્ચા થઇ શકે છે. LRD મુદે સરકાર તરફ થી હાઇકોર્ટમાં જવાબ રજુ કરાયો છે, જેમાં 33 ટકા મહિલા અનામત મુજબ, ત્રણ એપ્રિલ2018ના રોજ થયેલ ઠરાવ મુજબ ભરતી કરાશે. તેથી આ અંગે સભ્યો સાથે ચર્ચા થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
