Skip to main content
Settings Settings for Dark

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મોબાઈલ ચોરી કરનારને પોલીસે ઝડપ્યો 

Live TV

X
  • આણંદ બસ સ્ટેન્ડ અને વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં છેલ્લા છ મહિનાથી મોબાઈલ ચોરીના ૩૦ કરતા વધારે બનાવો બન્યા બાદ આણંદ પોલીસ ધ્વરા જાહેર સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. 

    દરમિયાન આણંદ બસ સ્ટેન્ડ પાસેથી એક મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં દરરોજ હજારો ભાવિક ભક્તો ભગવાનના દર્શન અર્થે આવતા હોય છે ત્યારે ભીડનો લાભ લઇ પેટલાદની પઠાણ વાળાની ચાલીમાં રહેતો મહમદ આરીફ કુરેસી લોકોના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લઇ ફરાર થઇ જતો હતો.

    છેલ્લા ૬ મહિનામાં ૩૦ કરતા વધારે લોકો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આથી આણંદ એલસીબી દ્વારા આરોપીને શોધવાની કવાયત હાથ ધરાઈ હતી.પોલીસને ૩૫ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply