Skip to main content
Settings Settings for Dark

COP-13: વેટલેન્ડની સંખ્યા વધી, ભારતે કર્યું ગંભીરતાથી કામ 

Live TV

X
  • ગાંધીનગરમાં ચાલી રહેલા પ્રવાસી પ્રજાતિ સંમેલનમાં કેન્દ્ર સરકાર તરફથી અનેક મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવવા અને તેના પર ચર્ચા બાદ પરસ્પર સમજૂતિ સાધવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ સંમેલન 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમા દેશ અને દુનિયાના પર્યાવરણ મંત્રી, તેમજ વિશેષજ્ઞો ઉપસ્થિત છે. 

    આ સંમેલન દરમિયાન ભારતને મહત્વપૂર્ણ સફળતા પણ મળી છે. વેટલેન્ડના સંરક્ષણ માટે ગંભીરતાથી કામ કરવા માટેનુ રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સે ભારત સાથે વધુ 10 વેટલેન્ડ્સ સાઈટને આંતરરાષ્ટ્રીય મહત્વના સ્થળો તરીકે જાહેર કર્યા છે. ભારતને મળેલી આ માન્યતાને પગલે ભારત સાથે રામસર સાઈટની સંખ્યા હવે 37 થઈ ગઈ છે. 

    વેટલેન્ડ્સ ખોરાક, પાણી, જળશોધન, અને પૂર નિયંત્રણ જેવી પરિસ્થિતિમાં તંત્ર સેવાઓની એક મોટી શૃંખલા બનાવે છે જે દરેક પ્રકારના જીવના રક્ષણ અને સંવર્ધન માટે અતિ મહત્વપૂર્ણ છે. તો ગાંધીનગરમાં ચાલી રહેલા કોપ-13 સંમેલનમાં જે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરાઈ રહી છે તેમા ક્લાઈમેન્ટ ચેન્જ નો પણ સમાવેશ થાય છે. 

    વાતાવરણમાં અચાનક આવતું પરિવર્તન એક્વેટિક પ્રાણીઓના જીવનમાં મોટો ભાગ ભજવે છે. આથી આ સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જ વિષય પર પણ મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે,, કેટલીક એવી પ્રજાતિઓ પણ જે સતત થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જને કારણે નાશ:પ્રાય થવાની અણી પર આવી ગઈ છે. આથી કોપ 13 સંમેલનમાં આ મુદ્દા પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply