લુણાવાડા શહેરમાં ટ્રાફિકનો ભંગ કરનારાને ઈ-મેમો ઈશ્યુ કરાયાં
Live TV
-
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને લુણાવાડા પોલીસ દ્વારા ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લુણાવાડા શહેરમાં કુલ 14 મુખ્ય સ્થળો પર 49 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ તમામ કેમેરાનું મોનીટરીંગ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લાની પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ટ્રાફિકનો ભંગ કરવા બદલ ૧૦ લોકોને તેમના ઘરના સરનામે ઇ-મેમો ઇશ્યુ કરી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
