મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યમાં એક જ દિવસમાં 7 લાખ કરોડથી વધુના MOU થયા
Live TV
-
પાવર, ઓઈલ અને ગેસ ક્ષેત્રે થશે સૌથી વધુ રોકાણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ.7 લાખ કરોડથી વધુ રકમના રેકોર્ડ MOU કરવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે 17મી કડીમાં ગાંધીનગર ખાતે યોજાયેલા એમઓયુ અંતર્ગત પાવર, ઓઈલ અને ગેસ તેમજ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે સૌથી વધુ રોકાણ માટેના એમઓયુ વિવિધ સરકારી જાહેર સાહસો અને અગ્રણી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યાં છે. ઓઈલ અને ગેસ તેમજ ઊર્જા-પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ 12 કંપનીઓ સાથે મહત્ત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે.
કંપની
MOU રકમ
NTPC
1,60,000
ટોરેન્ટ પાવર
47,350
પાવર ફાઈનાન્સ કોર્પો. લિ.
25,000
ONGC
11,835
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ
7,953
પાવર ગ્રીડ કોર્પો. લિ
15,383
હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
4,322
NHPC લિમિટેડ
4,000
ઇંડિયન ઓઇલ કોર્પો. લિ.
1,700
અરવિંદ લિમિટેડ
3,045
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિ.
1,14,500
ડીસીએમ શ્રીરામ લિમિટેડ
12,000