મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢ ખાતે ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે
Live TV
-
ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા ઉપરકોટના કિલ્લાનું રુપિયા 74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુનાગઢ પહોચ્યા હતા. તેમણે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની જુથ સુત્રાપાડા અને વડોદરા ઝાલાની શાખાનું ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે સહકારી બેંકની કામગીરી અને વિવિઘ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. સહકારી ક્ષેત્રમાં બેંકની કામગીરીને બિરદાવી હતી.
તેમની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સહકારીતાથી સમૃધ્ધિ તરફ જઇ શકાય છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢ ખાતે ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા કિલ્લાનું રુપિયા 74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. રિસ્ટોર કરવામાં આવેલી આ ઐતિહાસિક ધરોહર ખુલ્લી મુકવાની સાથે પર્યટકોને પણ લાભ મળશે. ઉપરકોટનો કિલ્લો સૌથી ઐતિહાસિક કિલ્લો ગણાય છે અને તેની જાળવણી કરવાના ભાગરુપે સમારકામ કામ શરુ કરાયું હતું.