મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત ઇ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની દ્વિતીય બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની દ્વિતીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીએ અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા સ્તરે મહેસુલી સેવાઓ વધુ ટ્રાન્સપરન્ટ બને તેમજ ઈ-ધરા રેકોર્ડ વધુ સુદ્રઢ બને તે અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપીને વિચાર-વિમર્શ કર્યો હતો.
મહેસુલ વિભાગ અંતર્ગતની ઈ-ધરા સોસાયટીની રચના મુખ્યત્વે રાજ્યકક્ષાની એક સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરવા તેમજ સેન્ટ્રલ અને રાજ્ય સરકારના મહેસુલ સંબંધિત કાર્યો કરવા માટે કરવામાં આવેલી છે. તથા જિલ્લા સ્તરીય ઈ-ધરા સોસાયટીઓને સુદ્રઢ કરવા તથા ભવિષ્યમાં આ સોસાયટીને સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા સોંપવામાં આવતા ઈ-ગવર્નન્સ સંબંધિત પ્રોજેક્ટસ અમલ માટે પણ આ સ્ટેટ લેવલ સોસાયટી કાર્યરત છે.
ઇન્ટરનેટના માધ્યમથી દર મહિને ઓનલાઇન મહેસૂલી રેકોર્ડ જોવાનો લાભ પણ અંદાજે એક કરોડથી વધુ નાગરિકો લે છે તે અંગેની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી. રાજ્યમાં ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન I-ORA ના માધ્યમથી બિનખેતી સહિતની વિવિધ 36 જેટલી ફેસલેસ ઓનલાઇન સેવાઓ રાજ્યના નાગરિકોને મળે છે તે સંદર્ભે પણ આ બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો. મુખ્ય સચિવ રાજકુમાર, મહેસુલના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.
