સીઆરપીએફના બાઈકર્સનું વડોદરામાં કરાયું સ્વાગત
Live TV
-
સીઆરપીએફના બાઈકર્સનું વડોદરામાં કરાયું સ્વાગત
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે મહિલા બાઈકર્સ જૂથ યશસ્વીની સાથે ક્રોસ-કંટ્રી બાઇક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ ટીમની કુલ 150 મહિલા અધિકારીઓ મંગળવારે ક્રોસ-કંટ્રી રેલીમાં શ્રીનગર, શિલોંગ અને કન્યાકુમારીથી નીકળી હતી. જે વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફ કેમ્પ ખાતે આવી પહોંચી હતી. જ્યાં વડોદરાના સાંસદ, ધારાસભ્ય, મેયર, સીઆરપીએફ અને એનડીઆરએફના કમાન્ડન્ટ સહિતના મહાનુભાવો દ્વારા મહિલા બાઈકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા બાઈકર્સ દ્વારા નાગરિકોને બેટી બચાવો, બેટી પઢાવોના શપથ લેવડાવાયા હતા. ત્યાર બાદ રેલી વડોદરાથી ડભોઈ જવા માટે નીકળી હતી. આ બાઈક રેલી 15 રાજ્યો અને બે કેન્દ્ર શાસિતપ્રદેશોમાંથી પસાર થઈને 10 હજાર કિલોમીટરનું અંતર કાપીને ૩૧ ઓકટોબરના રોજ નર્મદાના કેવડીયા ખાતે પહોંચશે.
