Skip to main content
Settings Settings for Dark

સાંસદ ખેલ મહોત્સવ 2023: ભાવનગરમાં 28-29 ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાની રમતોનું આયોજન

Live TV

X
  • 28 અને 29 ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 28 અને 29 ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

     “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વય જૂથના ખેલાડીઓએ સરદાર પટેલ રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે સાથે જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેવા તા. અધ્યક્ષતામાં 28 અને 29 ઓક્ટોબરના રોજ સવારે 8 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે.

    “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત તા. 28 ઓક્ટોબરના 100/50 મી.દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, શુટીંગ બોલ (વય: 15થી20), તેમજ બહેનો માટે કબડ્ડી, રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ તથા તા. ૨૯ ઓક્ટોબરના શુટિંગ બોલ (વય: 21થી35 અને 36થી50) તેમજ ભાઈઓ માટે માટે કબડ્ડી, રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ અને બહેનો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલ, સિક્કા શોધની સ્પર્ધાઓ યોજાશે.           

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply