Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સ્વદેશી ‘બાયો પ્લાન’

Live TV

X
  • પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે ખાતર પુરવઠા પર ઊભી થયેલી અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં જૈવિક ખાતરો અને જૈવિક જંતુનાશકોને પ્રોત્સાહન આપવા, નવીનતાને વેગ આપવા તથા પરંપરાગત કૃષિ ઇનપુટ્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે 'સંકલિત બાયોમેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ' વિકસાવવામાં આવશે.

    વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM) દ્વારા આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે આ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. આ માટે આજે ભાવનગરમાં GSBTM અને આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) વચ્ચે સમજૂતિ કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે.

    આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અગાઉથી જ એઝોટોબેક્ટર, રાઇઝોબિયમ અને ફોસ્ફેટ દ્રાવ્ય બનાવતા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી જૈવિક ખાતરો વિકસાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ વર્ષ 2024-25 સુધીમાં આશરે 42 લાખ લિટર જૈવિક ખાતરનું ઉત્પાદન કરી વેચાણ કર્યું છે. આ ઉપરાંત, યુનિવર્સિટી પાસે 1,000થી વધુ સૂક્ષ્મજીવ સંવર્ધનોનો સંગ્રહ ઉપલબ્ધ છે.

    આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 5,000થી વધુ સ્થાનિક સૂક્ષ્મજીવ સ્ટ્રેઇન્સનું સંરક્ષણ અને જિનોમિક સિક્વન્સિંગ કરવામાં આવશે.નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને FPOને પાયલટ સ્તરે ઉત્પાદન ક્ષમતા વિકસાવવા માટે રૂ. 13 કરોડની ફાળવણીની દરખાસ્ત છે. mવિવિધ કૃષિ-આબોહવાકીય વિસ્તારોમાં જૈવિક ઉત્પાદનોની ચકાસણી અને પ્રદર્શન કાર્યક્રમો યોજાશે. અમૂલ, બનાસ, સુમુલ અને ક્રિભકો (KRIBHCO) જેવી સહકારી સંસ્થાઓના સહયોગથી મોટા પાયે ઉત્પાદન સુવિધાઓ વિકસાવવામાં આવશે.

    આ લાંબા ગાળાની પહેલથી ગુજરાતની બાયોઇકોનોમી મજબૂત બનવાની સાથે ખેડૂત કલ્યાણ અને રાષ્ટ્રીય આત્મનિર્ભરતાને પણ મોટું પ્રોત્સાહન મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply