Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "કર્ણાટક દર્શન ફેસ્ટિવલ"નો શુભારંભ કરાવ્યો

Live TV

X
  • કર્ણાટક સંઘના અમદાવાદમાં 75 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે "અમૃત મહોત્સવની" ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે બે દિવસ 8 અને 9 ઓક્ટોબર યોજવામાં આવ્યો છે. 8 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્ણાટક સંઘ અમદાવાદના હીરક જયંતિ સમારોહના ભાગરુપે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત "કર્ણાટક દર્શન ફેસ્ટિવલ"નો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ 8 અને 9 ઓક્ટોબર યોજવામાં આવ્યો છે.

    આ કાર્યક્રમની શરુઆત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાવાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટક અને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રી અને નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આયોજકના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કર્ણાટકના 5 લાખ લોકો વસે છે, તેઓને કયારેય ગુજરાતનું સન્માન કરવાનો મોકો મળ્યો નથી. તેથી સન્માન કરવા અને આઝાદી કા અમૃત મહોત્સવ તથા કર્ણાટક સંઘના 75માં વર્ષની ઉજવણી ને લઈને તેઓએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply