મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'સિક્યોરિટી લીડરશીપ સમિટ-2023'નો શુભારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આયોજિત 'સિક્યોરિટી લીડરશીપ સમિટ-2023'ને સંબોધિત કરી હતી. આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોહબ તરીકે ખ્યાતિ મેળવી તેની પાછળ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી અને લેબર-પીસ માટે પ્રાઈવેટ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીની પણ ગુજરાતમાં મહત્વની ભૂમિકા રહી છે. સમાજમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે સિક્યોરિટી સેક્ટર ખૂબ મહત્વનું, ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસીસનો ઘણો વિકાસ થયો. પ્રધાનમંત્રીએ 2047 સુધી ભારતને વિકસિત તથા આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને તે માટે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે સૌથી વધારે મહત્વ આપ્યું છે. જેમ દુશ્મન દેશો અને દેશવિરોધી તાકાતો સામે લડવા ડિફેન્સ કેપિસિટી મહત્વની છે, તેમ સમાજમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે સિક્યોરિટી સેક્ટર ખૂબ મહત્વનું છે.
ગુજરાતના સુરક્ષા ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રીના કાર્યકાળમાં 2009માં જ રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરાવી હતી. આજે આ યુનિવર્સિટી ડિફેન્સ, સિક્યોરિટી અને સ્ટ્રેટજિક લર્નિંગ માટે દેશમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટ્સ બની ગઈ છે. અન્ય તમામ ક્ષેત્રોની જેમ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટરમાં પણ સમાજે સરકારના પ્રયાસોમાં જોડાઈ વિકાસની ગતિને વેગ આપ્યો છે. તેમણે પ્રધાનમંત્રીએ આપેલા આત્મનિર્ભર ઔર વિકસિત-સશક્ત ભારતના નિર્માણના આહવાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ સંકલ્પને સાકાર કરવા માટે દેશ ના તમામ સેક્ટર આધુનિકતા સાથે કદમ મિલાવીને ચાલે એ જરૂરી છે. લેટેસ્ટ ટેકનોલોજીઝ ઔર બેસ્ટ પ્રેક્ટિસિસ સાથે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સેક્ટર ભારતની આત્મનિર્ભરતામાં મોટા કૉન્ટ્રીબ્યૂટરનો રોલ નિભાવી શકે છે. આ સિક્યોરિટી લીડરશીપ સમિટ પણ સિક્યોરિટી સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજીઝ અને બેસ્ટ પ્રેક્ટિસિસ માટે ચિંતન-મંથનનું યોગ્ય મંચ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.