Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
25 નવેમ્બરે ગાંધીનગરમાં ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનું આયોજન | DD News Skip to main content
Settings Settings for Dark

25 નવેમ્બરે ગાંધીનગરમાં ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનું આયોજન

Live TV

X
  • ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત નોલેજ સોસાયટી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ ગુજરાત સરકાર દ્વારા આ આયોજન કરાયું છે. મંત્રી ઋષિકેશ પટેલ, કુબેર ડીંડોર અને પ્રફુલ પાનશેરિયા આ હેકાથોનના ફિનાલેનું ઉદ્ઘાટન કરશે. આ ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં શાળા કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલી 10થી વધુ ટીમો અને સમગ્ર દેશમાંથી રાજ્ય બહારની 20થી વધુ ટીમો સહિત લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓની લગભગ 180 ટીમો ભાગ લેશે. વિજેતા ટીમોને 30 સેક્ટર-વાઈઝ કેટેગરીમાં કુલ રૂ.42 લાખના મૂલ્યના પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે જેમાં શ્રેષ્ઠ "ઓલ ગર્લ્સ ટીમ" પુરસ્કારો અને શ્રેષ્ઠ શાળા કક્ષાના ટીમ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

    છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હેકાથોનમાં કુલ 47,000 વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો છે અને વિવિધ સરકારી વિભાગો, PSU અને નગરપાલિકાઓ તેમજ વિવિધ ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા 1412 સમસ્યા નિવેદનો પર કામ કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં, કુલ 9505 નોંધાયેલ ટીમોમાંથી, 138 ટીમોએ ગ્રાન્ડ ફિનાલે જીતી હતી અને તેમને વિવિધ શ્રેણીઓ હેઠળ રૂ. 47.25 લાખની ઈનામી રકમ આપવામાં આવી હતી. 

    આ કાર્યક્રમ દ્વારા, વિદ્યાર્થીઓને વિવિધ સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, જીલ્લા વહીવટી તંત્ર અને DDO કચેરીઓ દ્વારા સૂચવેલા વાસ્તવિક જીવનના પડકારો પર કામ કરવાની તક આપવામાં આવે છે. આ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિવિધ ઉદ્યોગોને સમાવેષકપણે સશક્ત બનાવવાનો ઉમદા પ્રયાસ છે. આ કાર્યક્રમ દરમિયાન, સંબંધિત સંસ્થા/વિભાગ કે જેમણે પડકારો સૂચવ્યા છે તેઓને તેમના માર્ગદર્શક અને સમીક્ષકો તરીકે આમંત્રિત કરવામાં આવે છે, અને તેઓ તેમની ટીમ અને માર્ગદર્શકો સાથે વાર્તાલાપ કરશે અને વિવિધ સમસ્યાના નિવેદનોના યોગ્ય ઉકેલો શોધવા માટે વિદ્યાર્થીઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કરશે.

    ન્યૂ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોનના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન, વિદ્યાર્થીઓ વિવિધ સરકારી વિભાગો, કોર્પોરેશનો, પીએસયુ, જિલ્લા વહીવટી કચેરીઓ અને જિલ્લા વિકાસ કચેરીઓ દ્વારા આપવામાં આવેલા વિવિધ સમસ્યાના નિવેદનો માટે ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરશે, જેવા કે, મચ્છર સંવર્ધન સ્થળોની ઓળખ કરવી, હવા-ગુણવત્તા સૂચકાંકમાં સુધારો કરવા માટે ટેકનોલોજી-આધારિત ઉકેલ, રહેણાંક વિસ્તારો માટે સૂકા-ઘન કચરાનું વ્યવસ્થાપન, વર્તમાન સ્થાન આધારિત જમીન મહેસૂલ સર્વે નંબર શોધક: એક મોબાઇલ એપ, વિવિધ ખનિજોના પરિવહન પર દેખરેખ રાખવા માટે રીઅલ-ટાઇમ સિસ્ટમ, વિવિધ ચેપી રોગો માટે ફિલ્ડ ડાયગ્નોસ્ટિક કિટ્સ વિકસિત કરવી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ મેનેજમેન્ટ પોર્ટલ, વિદ્યાર્થીઓના કોલેજ ટ્રાન્સફર રેકોર્ડ માટેની અરજી, ભૂગર્ભ ધાતુની પાઈપલાઈનોમાં ગેસ લીકેજ શોધવા માટે સ્માર્ટ મિકેનિઝમ, “વન નેશન, વન ચલણ” એપ્લિકેશન માટે ગ્રાહક ફરિયાદ પોર્ટલ, વગેરે સામેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply