Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે FICCIની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગનો કરાવ્યો શુભારંભ

Live TV

X
  • ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ સહિતના રાજ્યોથી આવેલા કમિટી મેમ્બર્સ સાથે કર્યો પરામર્શ.. ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે પર્યાવરણ જાળવણી માટે જરૃરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર મૂક્યો ભાર

    અમદાવાદમાં આયોજિત FICCIની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો છે. આ મિટિંગમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ સહિતના રાજ્યોના કમિટિ મેમ્બર્સ પણ હાજર રહ્યા હતા.

    આજના પ્રસંગે FICCIના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. તો તીર્થધામ વૈષ્ણોદેવી ખાતે આ પ્રસંગે 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેના પ્રમાણરૂપે મુખ્યમંત્રીને "ગ્રીન સર્ટિફિકેટ" પણ અર્પણ કરાયું હતું. 

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂરા થવા પર "સમિટ ઓફ સક્સેસ"ની ઉજવણી થઈ. વાઈબ્રન્ટ સમિટ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડિંગની પ્રધાનમંત્રીની લાગણીને FICCIએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ત્યારે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની સરકારની તૈયારી છે. જેના માટે જાન્યુઆરી 2024માં આયોજિત થનારી વાયબ્રન્ટ સમિટની થીમ "ગેટ વે ટુ ધ ફ્યુચર" રાખવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply