મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવનિર્મિત ડાંગ જિલ્લા સેવા સદનનું કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રીએ ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સે ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા રૂપિયા 6.09 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ હોસ્ટેલ, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ડીજીટલી લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે રૂપિયા 18.87 કરોડના ખર્ચે તૈયાર થયેલી અઘતન સુવિધા સાથેની કલેક્ટર કચેરીના નવા જિલ્લા સેવા સદનનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય મુખ્યમંત્રીએ ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સે ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા રૂપિયા 6.09 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ હોસ્ટેલ, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આહવા ખાતે રૂપિયા 1.70 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલયનું ડીજીટલી લોકાર્પણ કર્યું હતું. વઘઇ પાસે આવેલા ગીરા ધોધ તથા ગીરમાળ ગામ પાસેના ગીરમાળ ધોધ સહિત સી-વ્યૂ ખાતે ઇકો ટુરીઝમ સાઇટના કુલ રૂપિયા 4.50 કરોડના વિવિધ વિકાસના કામોનું પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડિજીટલી ખાતમુહૂર્ત કર્યું હતું. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન વન વિભાગની જુદી જુદી યોજનાઓના કુલ 161 લાભાર્થીઓને રૂપિયા 7.46 કરોડના વિવિધ લાભો કર્યા હતા. જ્યારે આદિજાતિ વિકાસ વિભાગની જુદી જુદી યોજનાઓ હેઠળ રૂપિયા 2.24 લાખની સહાયનો એક લાભાર્થીને ચેક વિતરણ કરવા સહિત અન્ય 335 લાભાર્થીઓને આદેશપત્રોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત પુરવઠા વિભાગની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 600 લાભાર્થીઓને ગેસ જોડાણ અને આરોગ્ય વિભાગના 100 લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળના ગોલ્ડ કાર્ડનું પણ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
