મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે "હેપી સ્ટ્રીટ"ને ખુલ્લી મુકાશે
Live TV
-
અમદાવાદ શહેરમાં લો-ગાર્ડન પાસે આગવી ઓળખ ધરાવતી "ખાઉ ગલી"હવે તેના નવા રૂપરંગ સાથે "હેપી સ્ટ્રીટ" ના નામે ઓળખાશે.
અમદાવાદ શહેરમાં લો-ગાર્ડન પાસે આગવી ઓળખ ધરાવતી "ખાઉ ગલી"હવે તેના નવા રૂપરંગ સાથે "હેપી સ્ટ્રીટ" ના નામે ઓળખાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્ટ્રીટનું રૂપિયા સાડા આઠ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરીને સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે આ ફૂડ સ્ટ્રીટને શહેરીજનો માટે ખુલ્લી મૂકાશે. તેમ મેયર બીજલ પટેલે જણાવ્યું હતું. રંગબેરંગી રોશનીથી ઝળહળતી આ "હેપી સ્ટ્રીટ"માં ખાસ ડિઝાઇન કરેલી 34 હાઇજેનિક ફૂડ વાન ઉભી રહેશે. ખાણી-પીણીનાં શોખીનો હવે આ નવીનતમ સુવિધાનો લાભ લઇ શકશે.
