મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ હેકાથોન-2018નો પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ભારતમાં ટેકનોલોજી ઈનોવેશન નથી ,એવું મહેણું ભાંગી યુવા શક્તિના સથવારે પરિવર્તન લાવવા સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલિસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનો વ્યાપક અમલ કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આયોજીત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ હેકાથોન-2018નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ભારતમાં ટેકનોલોજી ઈનોવેશન નથી ,એવું મહેણું ભાંગી યુવા શક્તિના સથવારે પરિવર્તન લાવવા સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલિસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનો વ્યાપક અમલ કર્યો છે. વિજયભાઈએ ઉમેર્યું હતું કે, અગાઉની સરકારોએ થાગડ થિગડ ઉપાયો કર્યા હતા. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની આ સરકારે બેકારી કાયમી દૂર કરવાના પરિણામ લક્ષી આયોજનો સાથે યુવા શક્તિને ટેકનોલોજી સાથે જોડીને તક આપી અને જોબ સિકરથી જોબ ગિવર બનાવ્યા છે. મુખ્યમંત્રીએ સમર ઈનોવેશન ચેલેન્જિસ 2018ના વિજેતા યુવાન વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા
