મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક.
Live TV
-
અનલોક વન બાદ સચિવાલય ફરી ધમ ધમતું થયું. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. સોશિયલ ડિસ્ટસિંગના પાલન સાથે યોજાયેલી આ બેઠકમાં નિસર્ગ ચક્રવાતને લઈ તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. તો કોરોનાને લઈને પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ લોક ડાઉન દરમિયાન લીધેલા પ્રજા હિતના નિર્ણયો અને કામકાજની પણ ચર્ચા કરાઈ હતી. અન લોક વન પર તબક્કાવાર છૂટ છાટ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ બેઠકને લઈ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી.
