Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી એક જ દિવસમાં ઝડપાયો

Live TV

X
  • પોલીસે સઘન કામગીરી બજાવતા, ફક્ત એક દિવસમાં જ હત્યા કરનાર આરોપીને બસ સ્ટેશનેથી ઝડપ્યો હતો.

    મોરબીમાં અઢી વર્ષની શ્રમિક પરિવારની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને પકડી પાડીને પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી છે. પોલીસે સઘન કામગીરી બજાવતા, ફક્ત એક દિવસમાં જ હત્યા કરનાર આરોપીને બસ સ્ટેશનેથી ઝડપ્યો હતો.

    તારીખ 3જી મેના રોજ શ્રમજીવી પરિવારની બાળકી તેના પરિવાર સાથે સૂતી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં બાળકીનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો. જેના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ બાળકી પર દુષ્કર્મ થયાનું ફલિત થયું હતું.

    ત્યાર બાદ પોલીસે ચલાવેલી તપાસમાં સૂરજ ચૌહાણ નામના શકમંદને ઝડપ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply