Skip to main content
Settings Settings for Dark

મોરબીની સબ જેલમાં કાચા કામના કેદીનું મોત

Live TV

X
  • મૃતક આરોપીના પાર્થિવ દેહને સરકારી સિવિલ હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

    મોરબીની સબ જેલમાં એક કાચા કામના કેદીનું મોત થયું છે. દારૂ પીવાના કેસમાં આ કાચા કામનો કેદી જેલમાં સજા કાપી રહ્યો હતો. 31 વર્ષીય આશિષ રાણપરા નામના આરોપીનું જેલમાં હાર્ટ એટેકથી મોત થયું છે.

    મૃતક આરોપીના પાર્થિવ દેહને સરકારી સિવિલ હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આરોપીના મૃતદેહને બાદમાં તેના પરિવારજનને સોંપવામાં આવશે. આ આરોપીની પત્નીએ તેના વિરુદ્ધ દારૂ પીને આવવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં કોર્ટે આરોપીને જેલની સજા આપી હતી.

    આજે આ આરોપીનું જેલમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. જો કે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply