વેરાવળ પોલીસે 1140 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે 4શખ્સની કરી ધરપકડ
Live TV
-
ગીર સોમનાથની વેરાવળ પોલીસે આજે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કેટલાક સાગરિતો રાજ્યમાં દારૂ ઘુસાડવાની ફિરાકમાં રહેતા હોય છે. જો કે પોલીસની સતર્કતાથી આવા લોકો નિષ્ફળ પણ જતા હોય છે. ગીર સોમનાથની વેરાવળ પોલીસે આજે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી.
વેરાવળ પોલીસે જાણકારી મળતા ઈંગ્લીશ દારૂની 1140 બોટલો તથા બિયરના 96 ટીન સાથે કુલ 96 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે તેઓ આ બોટલો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા.
