રાજ્યમાં ઠેરઠેર ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આજીવિકા દિવસની ઉજવણી
Live TV
-
મોરબીમાં આજીવિકા દિવસની ઉજવણી રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની હાજરીમાં કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ડો.આંબેડકરની 127મી જન્મજયંતી નિમિત્તે 14મી એપ્રિલથી 5મી મે, સુધી સૌનો સાથ સૌનું ગામ, સૌનો વિકાસ એ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે સરકારની વિવિધ આજીવિકા યોજનાઓનું માર્ગદર્શન ગરીબ પરિવારોને મળી રહે તે માટે આજીવિકા દિવસ કાર્યક્રમનું આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. મોરબીમાં આજીવિકા દિવસની ઉજવણી રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની હાજરીમાં કરવામાં આવી હતી.
સૌરભભાઈ પટેલે સરકારની યોજના અંતર્ગત 33 લાભાર્થીઓને 30 લાખના ચેકનું વિતરણ કર્યું હતું અને નોકરીના વર્ક ઑર્ડરો પણ આપ્યા હતા.
