મોરબીમાં સિરામિક કંપની દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સ્વચ્છ ભારત અભિયાનને દેશભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સ્વચ્છ ભારત અભિયાનને દેશભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે. એવામાં મોરબી શહેર પણ પાછું રહેવા માંગતું નથી. મોરબીના સિરામિકના ઉદ્યોગકારો પણ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાનમાં જોડાયા હતા. મોરબીની એક સિરામિક કંપની દ્વારા આજે શહેરમાં એક દિવસીય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબીની સીરામીક કંપની સિમ્પોલો સિરામિક્સ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરની ત્રાજપર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં સિમ્પોલો કંપનીના ૧૦૦ થી વધુ કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા.
કર્મચારીઓ દ્વારા આ રોડ પર બંને બાજુએથી સફાઈ કરી કચરો ઉપાડવામાં આવ્યો હતો. સિમ્પોલો સીરામિક્સના સંચાલકોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ તંત્રનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનને સફળતા મળતા કંપની દ્વારા આગામી દિવસોમાં મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાનની વિશાળ પ્રમાણમાં આયોજન કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
