યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવાના હેતુથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી ભારતીય યોગ પરંપરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મેળવી છે..સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રાય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે..
જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરીર અને મનના આરોગ્યના સંવર્ધન માટે ભારતીય યોગ પરંપરાને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે. પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રાય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ત્રણ વર્ષની પરંપરાને અનુસરીને આ વર્ષે પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે આ ઉજવણીમાં રાજ્યભરની વિવિધ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓ જોડાશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના અનુયાયીઓ પણ ભાગ લેશે. આ બેઠકમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, યુવકસેવા અને સાંસ્કૃતિક મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ પતંજલિ યોગ સંસ્થાન, આર્ટ ઑફ લિવિંગ, બ્રહ્માકુમારી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..
