Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે લીધો પશુઓ અંગે સંવેદનાસભર નિર્ણય

Live TV

X
  • ભારતીય સંસ્કૃતિની 'જીવો-જીવવા દો અને જીવાડો'ની ઉદાત્ત ભાવનાને ચરિતાર્થ કરે છે રાજ્ય સરકાર

    રાજ્ય સરકાર હસ્તકના ફાર્મસ્થિત બિનઉપયોગી ગાયો-ભેંસો અને ઘેટાં-બકરાં જેવાં પશુઓનો નિકાલ જાહેર હરાજીથી કરવામાં આવતો હતો, પરંતુ જીવદયા પ્રેમીઓ તેમજ સ્વૈચ્છિક સેવા સંગઠનોની રજૂઆતોના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનાસભર નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી બિનઉપયોગી પશુઓની હરાજી કરવાના બદલે તેમને જીવનપર્યન્ત પાંજરાપોળ-ગૌશાળાઓમાં મૂકવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ આપણી સંસ્કૃતિને અનુરૂપ 'જીવો-જીવવા દો અને જીવાડો'ની ઉદાત્ત ભાવના દર્શાવીને રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને એક પરિપત્ર દ્વારા બિનઉપયોગી પશુઓના જીવનપર્યન્ત નિભાવવાની સૂચનાઓ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply