રથયાત્રામાં ભગવાનના રથ સાથે મહત્તમ પાંચ વાહનો જ રાખી શકાશેઃ DGP
Live TV
-
કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા 12 જુલાઇ એ રથયાત્રા કાઢવા માટે અનેક નિયંત્રણો સાથેની મંજૂરી આપવામાં આવી છે.
કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા 12 જુલાઇ એ રથયાત્રા કાઢવા માટે અનેક નિયંત્રણો સાથેની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજ્યના પોલિસ વડા આશિષ ભાટીયા એ રાજ્યના તમામ એકમોના પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક બોલાવીને સરકારની ગાઇડલાઇનના પાલન તથા સુરક્ષા વ્યવસ્થા રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. રથયાત્રામાં ભગવાનના રથ સાથે મહત્તમ પાંચ વાહનો જ રાખી શકાશે. રથ ખેંચવા માટે પણ પ્રતિ રથ મહત્તમ ૨૦ ખલાસીઓ રહેશે. તેમણે કહ્યુ હતુ કે રથયાત્રા દરમ્યાન કે રથયાત્રા બાદની કોઇ વિધિમાં પણ નિયત સંખ્યા કરતા વધુ લોકો હાજર ન રહે તે આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે.
