રવિન્દ્ર જાડેજાના પત્ની પર હુમલો કરનાર આરોપી પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ
Live TV
-
રવિન્દ્ર જાડેજાની પત્ની સાથે અભદ્ર વર્તન કરીને માર માર્યાની ઘટના સામે આવતાં પોલીસે ત્વરિત લીધા પગલાં
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીની બી.એમ.ડબલ્યુ કાર અને જામનગર સી ડીવીઝન પોલીસ કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સંજ્ય કરગીયાની મોટર સાયકલ વચ્ચે સોમવારે સાંજે ટક્કર સર્જાયા બાદ પોલીસ કર્મીએ રવિન્દ્ર જાડેજાની પત્ની સાથે અભદ્ર વર્તન કરીને માર માર્યાની ઘટના સામે આવતાં પોલીસે ત્વરિત પગલાં લીધા છે. રવિન્દ્ર જાડેજાના પત્ની પર હુમલો કરનાર પોલીસ કર્મીની ધરપકડ કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પણ ઘટનાની નોંધ લઈને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
