Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ રામાનુજ દંપતીએ વેક્સિનેશન જાગૃતિના વિષય અનુલક્ષી રાખડીઓ બનાવી

Live TV

X
  • કોરોનાની બીજી લહેરનો અંત તો થયો છે સાથે સાવચેતી ખુબજ જરૂરી છે. હાલમાં વિવિધ તહેવારો આવી રહ્યા છે. ખાસ કરીને વધારે મહત્વનો તહેવાર રક્ષાબંધન છે અને દર વર્ષે વિવિધ થીમ અને વિષયો આધારિત રાખડીઓ તૈયાર કરવામાં આવે છે તો આ વખતે પણ વેક્સિનેશનનું મહત્વ સમજાવતી રાખડીઓ બનાવામાં આવી છે. કોરોનાને ડામવા વેક્સિન જ અકસીર ઉપાય છેતેવી જાગૃતિ ફેલાવવા માટે રાજકોટના દંપતીએ  વેક્સિન રાખડી બનાવી છે. કેટલાક લોકોમાં હજી પણ વેક્સિન અંગે ભ્રામક માન્યતાઓ ફેલાયેલી છે ત્યારે રસી મૂકાવવા અંગે લોકો જાગૃત બને તે માટે રાજકોટના  હિનલ રામાનુજ તેમજ જિગ્નએશ રામાનુજ નામના દંપતી દ્વારા વેક્સિનની જાગૃતિ ફેલાવતી રાખડી બનાવવામાં આવી છે. આ રખડીમાં વેક્સિન મૂકાવવાનો સંદેશ તેમજ વેક્સિનની વાયલ મૂકીને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે.રાજકોટના આ રામાનુજ દંપતી દર વર્ષે જુદા જુદા ટ્રેન્ડ પ્રમાણે રાખડીઓ બનાવે છે તેમણે વેક્સિન રાખડી ઉપરાંત બાળકોને આકર્ષે તેવી વિવિધ Food Items ની રાખડીઓ પણ બનાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply