સરકારી શાળાઓના બાળકોને વિશ્વ કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા વર્કશોપનું આયોજન કરવામાં આવશે
Live TV
-
ગુજરાત સરકાર રાજ્યમાં છેવાડાના વિસ્તારમાં રહેતા વ્યક્તિ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના બાળકોને વિશ્વ કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા તેમજ ભૌતિક સુવિધાઓથી સજ્જ કરી બાળકોનું નામાંકન અને સ્થાયીકરણ વધારવાના હેતુથી બે દિવસીય સ્કૂલ ઓફ એક્સેલન્સ અભિયાન અંગેના વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વર્કશોપની શરુઆત કરવામાં આવી છે.સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ થયેલી શાળાઓ, પસંદગીના ધોરણો શાળા એકત્રીકરણ અને તેમની કામગારીનું પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે.આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી શાળાઓને વધુ ઉત્કૃષ્ઠ બનાવવામાં આવશે. ગ્રામિણ વિસ્તારની શાળાઓની કામગીરી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી પણ જાણી શકાશે. હવે જિલ્લા સ્તરે આ કામગીરી સુચારુ રુપથી થાય તે માટે આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવશે.
