Skip to main content
Settings Settings for Dark

રાજકોટના એક પ્રગતિશીલ ખેડૂતે સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Live TV

X
  • રાજ્યભરમાં કૃષિમાં વીજળીની ઘટ છે ત્યારે આજે એક એવા ખેડૂતની વાત કરીએ એવા ખેડૂતની જે સૂર્ય ઉર્જાને મુખ્ય સ્ત્રોત બનાવીને પોતાના ખેતરમાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી પિયત કરી શકે છે. સોલાર એનર્જીમાં થોડી ટેક્નોલિજીનો ઉમેરો કરીને આજે આ ખેડૂત બધા ખેડૂતો માટે ઉદાહરણ પુરુ પડી રહ્યા છે

    રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના અરવિંદભાઈ ગાજીપરા તેવો વીરપુરમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે, સમગ્ર રાજ્યના ખેડૂતો સરકાર પાસે ખેતરમાં પિયત કરવા માટે વીજળીની માગ કરે છે. સૂર્ય ઉર્જા એટલે ક્યારેય ના ખૂટે તેવી ઉર્જા આ ઉર્જાને સોલાર ઉર્જા વીજળીમાં પરિવર્તિત કરીને હાલ વીજળીની ઘટ પુરી કરી શકાય છે. ત્યારે આ ઉર્જાનો ઉપયોગ કરતા વીરપુરના એક ખેડૂતે તેમાં થોડી ટેક્નોલોજી ઉમેરીને ગમે ત્યાંથી તે ખેતરમાં પિયત કરે છે. ત્યારે અરવિંદભાઈએ સરકાર પાસેથી એકપણ યુનિટ વીજળી લીધા વગર તેના આખા ખેતરમાં પિયત કરી લીધું છે. 

    અરવિંદભાઈએ સોલાર એનર્જીનો ખુબજ બુદ્ધિ પૂર્વક ઉપયોગ કરીને તેના ખેતરમાં સોલાર એનર્જીથી ચાલતી કૂવાની મોટરો અને સબમર્સીબલ બેસાડી દીધા છે. સાથે સાથે સરકાર દ્વારા ગ્રીન એનર્જી અને સોલાર એનર્જીને પ્રોત્સાહન આપતા હતા ત્યારે પોતાના ખેતરમાં સોલાર પાવર સિસ્ટમ નાખવી છે, હવે અરવિંદભાઈ આ સોલાર પાવરથી પોતાના ખેતરમાં પિયત તો કરે છે. પરંતુ તેણે આ સોલાર પાવરમાં થોડો ટેક્નોલાજીકલ ફેરફાર કરીને તેને તેણે તેના મોબાઈલ સાથે જોડી દીધી અને હવે તેને જયારે ઈચ્છા થાય ત્યારે તે આ સિસ્ટમને પોતના મોબાઈલ થી ઓપરેટ કરે અને પોતના ખેતરમાં પિયત કરે એ પણ તને ઈચ્છા થાય ત્યારે અને તે જે જગ્યા એ હોય ત્યાંથી પોતાના ખેતરે જવાની જરૂર રહેતી નથી અને હવે તે દરેક ખેડૂતને ખેતરમાં સોલાર સિસ્ટમ નાખવા માટે અનુરોધ કરે છે જેથી ખેડૂતે સરકાર દ્વારા આપવામાં આવતી વીજળીના ભરોસે ના બેસવું પડે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply