રાજકોટમાં કન્વેશન સેન્ટર માટે રાજ્ય સરકાર જમીન આપશે.
Live TV
-
રાજકોટમાં ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી એવા કન્વેશન સેન્ટર માટે રાજ્ય સરકાર જમીન આપશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્ય પરિવારના વાર્ષિક સ્નેહ મિલનમાં બોલતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં ભારે ઉદ્યોગોમાં ૩.૪૩ લાખ કરોડોનું રોકાણ થયુ છે. એટલે કે સમગ્ર દેશનું 51 ટકા રોકાણ ગુજરાતમાં થયું છે. તેમણે ઉમેર્યુ કે ગુજરાત વિકાસમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની દર મહિને અંદાજે ૧૫ હજાર જેટલા એકમોની નોંધણી થાય છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજકોટમાં કન્વેશન સેન્ટર પ્રદર્શન માટે રાજ્ય સરકાર જમીન આપશે. જેનું સંચાલન વેપાર ઉદ્યોગ સંસ્થાઓએ કરવાનું રહેશે.
