રાજ્ય સરકાર 16 માર્ચથી ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી
Live TV
-
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ આ માટે 31મી માર્ચ 2020 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
આ નિર્ણય મુજબ રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 219 જેટલા APMC ખરીદી કેન્દ્રો તથા ગોડાઉન ખાતે લઘુત્તમ ટેકાના ભાવે 16મી માર્ચથી 30મી મે 2020 દરમ્યાન ઘઉંની ખરીદી કરાશે. કેન્દ્ર સરકારે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ એક હજાર 925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે.
