રાજકોટમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પ્રારંભ
Live TV
-
રાજકોટ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પ્રારંભ થયો છે. 26 જાન્યુઆરી સુધી ચાલનારી આ યાત્રામાં 5 રથ 594 ગામોમાં ફરશે જેમાં દરેક ગામના નાગરિકોને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ 17 યોજનાઓના લાભો અપાશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથમાં કેન્દ્ર સરકારના છેલ્લા દસ વર્ષના વિકાસ કામોની જાણકારી આપવામાં આવી રહી છે. કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા ,કલેક્ટર પ્રભવ જોશી તેમજ ડીડીઓ દેવ ચૌધરી સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ વિકસિત ભારત યાત્રા આજે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે પહોંચી હતી. અને અહીં ગ્રામ લોકોને કલેકટરની હાજરીમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જે જરૂરિયાત મંદ હતાં તેમણે સ્થળ ઉપર જ નોંધણી કરીને લાભ આપવામાં આવ્યો હતો જેમાં ઉજ્જવલા યોજનાનો તાત્કાલિક લાભ આપવામાં આવ્યો હતો. આ માટે લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો હતો.