રાજકોટ - ગોંડલ ચોકડી પર રૂ. ૮૮ કરોડના ખર્ચે ૧.૨ કિમી લાંબા એલીવેટેડ બ્રીજનાં નિર્માણ માટે મંજુરી
Live TV
-
આ કામ આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે-મનસુખ માંડવિયા
રાજકોટ શહેર નજીકથી પસાર થતો હાઇવે નંબર 27 પોરબંદર- જેતપુર-ગોંડલ-રાજકોટ અને બામણબોરને જોડે છે. ત્યારે આ હાઇવે પર ગોંડલ ચોકડી પર વધુ વાહનોની સંખ્યાને લઇ ટ્રાફિકની સમસ્યા રહે છે, ત્યારે ગોંડલ ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજને મંજુરી મળી ગઇ છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પહેલી એપ્રિલ 2018ના રોજ ગોંડલ ચોકડીની મુલાકાત લિ બ્રિજના નિર્માણ માટે અધિકારીને સૂચના આપી હતી. આ એલીવેટેડ બ્રિજની કુલ લંબાઇ 1.2 કિલોમીટર છે. જેમાં 30 મીટરનાં 27 ગાળા સાથે 6 માર્ગીય લેન બનાવવામાં આવશે. આ બ્રિજનું નિર્માણ કાર્ય બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે મને જણાવતાં આનંદ થાય છે કે, ભારત સરકાર દ્વારા ગોંડલ ચોકડી પર રૂ. ૮૮ કરોડના ખર્ચે ૧.૨ કિમી લાંબા એલીવેટેડ બ્રીજનાં નિર્માણ માટે મંજુરી આપી ટેન્ડર બહાર પાડેલ છે. આ કામ આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે. આ બ્રિજની ડીઝાઇન આગામી ૩૦ વર્ષનાં ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બનાવેલ છે.
