વેરાવળ પાટણ નગરપાલિકાના 400થી વધુ સફાઈ કામદારો હડતાળ પર ઊતર્યાં
Live TV
-
નગરપાલિકાના ચીફ ઓફીસરે મીડીયા સમક્ષ જણાવ્યુ કે સફાઇ કામદારોની બધીજ માંગણીઓને સંતોસવા માટે સરકાંરને ધ્યાન દોરી દીધુ છે હાલ કાર્યવાહી ચાલુ છે.
પાટણ સંયુક્ત નગરપાલિકાના 400થી વધુ સફાઇ કામદારો અનેક માંગણીઓને લઇ હડતાલ પર ઉતર્યા છે. જેને કારણે શહેરી વિસ્તારમાં ગંદકીના થર જામ્યા છે. સફાઇ કામદારોની હડતાલ થી નગરપાલીકા તંત્ર સમજાવટ માટે દોડતુ થયુ છે. આ 400 થી વધુ સફાઇ કામદારોની માંગણી છે કે કર્મચારી જે વર્ષો થી કામ કરે છે તેને કાયમી કરવા શહેરમાં કોન્ટ્રાક્ટ ઉપર સફાઇ બંધ કરવા તેમજ જે નિવ્રુત્ત અથવા તો મ્રુત્યુ પામેલ કર્મચારીના વારસ ને નોકરીમાં લેવા જેવી રજુઆતો અનેક વખત કરવામાં આવી છે.
આ વાતને ધ્યાને નહી લેતા છેલ્લા બે દિવસ થી હડતાલ પર ઉતર્યા છે. જો આનો તાત્કાલીક યોગ્ય નિર્ણય નહી આવે તો આત્મવીલોપનની પણ સફાઇ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે. વેરાવળ સફાઇ કામદારોની હડતાલના મામલે નગરપાલિકાના ચીફ ઓફીસરે મીડીયા સમક્ષ જણાવ્યુ કે સફાઇ કામદારોની બધીજ માંગણીઓને સંતોસવા માટે સરકાંરને ધ્યાન દોરી દીધુ છે હાલ કાર્યવાહી ચાલુ છે.
