Skip to main content
Settings Settings for Dark

રાજકોટ નાગરિક સહકારી બેંક, ધોરાજી દ્વારા આત્મનિર્ભર ભારત લૉનની ચૂકવણી

Live TV

X
  • રાજકોટ નાગરિક સહકારી બેંકની ધોરાજી શાખા દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ લોન ચૂકવણી અંતર્ગત પ્રતિક ચેક વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો.

    આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે નાનો વેપારી બેઠો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આત્મનિર્ભર લોન યોજના હેઠળ તેમને લોન અપાઈ રહી છે.

    બેંકના પ્રભારી ડિરેક્ટર કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે બેંક દ્વારા અત્યાર સુધીમાં આ યોજનામાં 14900 લોકોને રૂ. 145 કરોડનું ધિરાણ આપવામાં આવેલ છે. ધોરાજી શાખાએ 651 લોન અરજીઓનો નિકાલ કરીને રૂ. સાત કરોડ રૂપિયાનું ધિરાણ નાના વેપારીઓને આપેલ છે.

    આ પ્રસંગે ધોરાજી શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર હિતેશ શુકલ, કન્વીનર લલીત વોરા, ધોરાજી શાખાના જોઈન્ટ કન્વીનર કરસનભાઈ માવાણી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply