Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રના ફોફળ ડેમમાંથી પાઇપલાઇન પ્રોજેક્ટને મંજુરી, 83 ગામોને મળશે ફાયદો

Live TV

X
  • સૌરાષ્ટ્રના ફોફળ-1 ડેમમાંથી રુપિયા 83 કરોડના ખર્ચે પાઇપલાઇનના પ્રોજેક્ટને મંજુરી. પાઇપલાઇનથી પાણી મળતા ધોરાજી અને આસપાસના વિસ્તારોને મળશે લાભ. સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવતા ગ્રામ્ય વિસ્તારમાં થશે ફાયદો.

    સૌરાષ્ટ્ર્માં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજી અને આસપાસના વિસ્તારોને ફોફળ-1 ડેમમાંથી સિંચાઇ અને પીવાનું પાણી પુરુ પાડવા માટે રુપિયા 83 કરોડ રુપિયાના પાઇપલાઇનના કામોને મંજુરી આપવામાં આવી છે.

    આ પ્રોજેક્ટ પૂર્ણ થતા 83 ગામોમાં 10 હજાર એકર વિસ્તારમાં સિંચાઇની સુવિદ્યા સુદઢ બનશે. તો જામકંડોરણા અને ધોરાજીના બાવન જેટલા ગામોને પીવાના પાણીનો લાભ મળશે.

    મુખ્યમંત્રી વિજય રુપાણી સમક્ષ આ વિસ્તારના જનપ્રતિનિધિ અને અન્ન નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ ફોફળ-ર જળાશયની નીચેના વિસ્તારની પાઇપ લાઇનની લંબાઇ વધારીને ફોફળ-૧ જળાશયમાં પાણી ભરવાની કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ૮૩ કરોડ રૂપિયાની આ યોજના મંજૂર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply