રાજકોટ પ્રદ્યુમન ઝૂમાં ઘૂસ્યો દીપડો, તંત્ર પકડવા માટે બન્યું સતર્ક
Live TV
-
રાજકોટ શહેરમાં આવેલા ,પ્રદ્યુમન પાર્કમાં ,રવિવારે સાંજના સમયે બહારથી દીપડો ઘુસી આવતા ,વનવિભાગ અને સ્થાનિક તંત્ર દોડતુ થઇ ગયું છે.
રવિવારે રાતના સમયે ,સિક્યોરીટી ગાર્ડે આ દીપડાનો જોયો હતો અને તેણે એક હરણનું મારણ પણ કર્યુ હતું. આ બનાવ બાદ સતર્ક થયેલા વન વિભાગના અધિકારીઓએ પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરાવવાની સાથે ઝુ અને આસપાસના વિસ્તારમાં સાત જેટલા પાંજરા મુકીને દીપડાને પકડવાની કવાયત શરુ કરી હતી.
તો તકેદારીના ભાગરૂપે ,ઝુની અંદરના પ્રાણીઓને પણ ,પાંજરામાં પૂરી દીધા હતા. પ્રદ્યુમન પાર્કમાં ,હાલ 55 પ્રજાતિના 430 પ્રાણી-પક્ષીઓ આવેલા છે. દરેક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. દિપડો ઘુસ્યાનાં બનાવ બાદ ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
