Skip to main content
Settings Settings for Dark

PM મોદીનું COP-13માં સંબોધન, કહ્યું, 'ભારતમાં વાઘ-સિંહની સંખ્યામાં થયો વધારો'

Live TV

X
  • પ્રધાનમંત્રીએ પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ માટેના ,COP-13 સંમેલનનું ,કર્યું ઉદ્દઘાટન - ઘોરાડ, એશિયાઇ હાથી ,અને બેંગાલ ફ્લોરીકન સહિતની ,મહત્વપૂર્ણ પ્રજાતિઓ પ્રત્યે સરકાર કટીબધ્ધ - મધ્ય એશિયાથી હિંદ મહાસાગરને જોડતા પક્ષીઓનો પ્રવાસપથનાં સંરક્ષણ માટે પણ કર્યું આહ્વાન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. 130 દેશોના મુખ્ય સંરક્ષણવિદ અને વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રોમાં કામ કરી રહેલા આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો.આ કોપ-13 સંમેલન 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. 

    યજમાન ભારતને આગામી ત્રણ વર્ષ માટે કોપના અધ્યક્ષ તરીકે જાહેર કરાયું છે. આ પહેલાં ગઇકાલે ચેમ્પયીન્સ નાઇટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વન્યજીવો માટે સુરક્ષિત ઉર્જા માટે લઘુ અનુદાન કાર્યક્રમ માટે ભારત સરકારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, પર્યાવરણ સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે.

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત એવા થોડા દેશો પૈકીનું એક છે જેણે પેરિસ સંધિનું પાલન કર્યું.ભારત પર્યાવરણને નુકસાન કર્યા વગર ટકાઉ વિકાસને કરી રહ્યું છે સુનિશ્ચિત.ભારત માને છે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસના સૂત્રમાં.પ્રધાનમંત્રી મોદીએ કોપ-13 સંમેલનમાં કહ્યું, વાઘ અભયારણ્યની સંખ્યા 9થી વધી 50 થઈ.ભારતમાં અત્યારે 2970 વાઘ છે.તો એશિયાટિક સિંહોની સંખ્યા પણ વધીને થઈ 523.વન આવરણ વધીને 21.67 ટકા થયું.

    સંરક્ષિત વિસ્તાર 2014માં 745થી વધીને 870 થયો. આશિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર કરી પર્યાવરણને બચાવવા ભારત કરશે નેતૃત્વ. વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પશુ-પંખી સહિત કુદરતી સંસાધનોનું સંરક્ષણ ભારતની સંસ્કૃતિ અને વ્યવહારનો અતૂટ હિસ્સો છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત એવા થોડા દેશો પૈકીનું એક છે જેણે પેરિસ સંધિનું પાલન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત પર્યાવરણને નુકસાન કર્યા વગર ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરી રહ્યું છે.

    પ્રધાનમંત્રી મોદીએ કોપ-13 સંમેલનમાં કહ્યું કે, ભારતમાં વાઘ, એશિયાટિક હાથી, એશિયાટિક સિંહને બચાવવા સરકારે પહેલ કરી છે તેમણે વધુમાં કહ્યું કે, આશિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર કરી પર્યાવરણને બચાવવા ભારત નેતૃત્વ કરશે.તેમણે કહ્યું કે વાઘ અભયારણ્યની સંખ્યા 9થી વધી 50 થઈ.ભારતમાં અત્યારે 2970 વાઘ છે.તો એશિયાટિક સિંહોની સંખ્યા પણ વધી થઈ 523.વન આવરણ વધીને 21.67 ટકા થયું.સંરક્ષિત વિસ્તાર 2014માં 745થી વધીને 870 થયો. તેમણે આશા દર્શાવી કે આશિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર કરી પર્યાવરણને બચાવવા ભારત નેતૃત્વ કરશે.પ્રધાનમંત્રીએ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસના સૂત્રમાં માને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply