Skip to main content
Settings Settings for Dark

રાજકોટ : રાજ્યપાલે ગ્રામજનો સાથે વહેલી સવારે કર્યો યોગાભ્યાસ

Live TV

X
  • રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ તાલુકાના ગઢકા ગામ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગ્રામ્ય જીવનની સાદગીને અનુરૂપ તેમણે તાલુકા શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

    રાજ્યપાલ ગામડાઓની મુલાકાત દરમિયાન સાદગીપૂર્ણ જીવનશૈલી પર ભાર મૂકીને સરકારી શાળા કે પંચાયત ભવનના સામાન્ય ઓરડામાં જ રોકાણ કરે છે. રાજ્યપાલે ગઢકા તાલુકા શાળા ખાતે વહેલી સવારે નિત્યક્રમ મુજબ યોગાભ્યાસ કર્યો હતો, જેમાં શાળાના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

    તેમણે વોર્મઅપ સાથે યોગનો આરંભ કરાવી ભસ્ત્રિકા, અનુલોમ-વિલોમ સહિતના પ્રાણાયામો તેમજ વિવિધ યોગાસનો કરાવ્યા હતા અને યોગના ફાયદા સમજાવ્યા હતા.સ્વાસ્થ્યને આરોગ્યનું મૂળ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, એક સ્વસ્થ વ્યક્તિ જ સમાજ અને દેશ માટે વધુ યોગદાન આપી શકે છે.

    તેમણે બાળકોને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.રાજ્યપાલે શાળામાં બનાવાયેલા કિચન ગાર્ડનની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ત્યાં શાકભાજી ઉગાડવામાં આવતા હોવાનું જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply