Skip to main content
Settings Settings for Dark

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

Live TV

X
  • ઉપરવાસમાં વરસાદને પગલે આજી નદીમાં ઘોડાપૂર, રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ડુબ્યુ

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે પણ ધીમીધારે વરસાદ શરૂ છે. રાજકોટ શહેરમાં ગત મોડીરાત્રિએ કુલ 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ વરસાદને કારણે આજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પવિત્ર રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ડુબ્યુ હતું. આજી નદીમાં પાણીના પ્રવાહ ને કારણે આસપાસના 5 વિસ્તારોના રહેવાસીઓને એલર્ટ કરાયા હતા.મોડી રાત્રીએ મેયર બીનાબેન આચાર્ય સ્થળની સમીક્ષા કરવા પદાધિકારીઓ સાથે પહોંચ્યા હતા. આ સાથે જૂનાગઢના ગિરનાર પર્વત પર 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા જસદણ અને રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢમાં પડેલા વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply